Positive Motivational Quotes In Gujarati, Top 50+ Best Inspiring Lines
Positive Motivational Quotes In Gujarati, Top 50+ Best Inspiring Lines
સારા કામ માટે સારી સવાર તો રોજ મળે છે બસ આપણે એને સારા વિચાર થી જોવાની જરૂર છે.
નાના માણસોનો હાથ પકડી રાખજો સાહેબ,
મોટા માણસોના પગ પકડવાની ક્યારેય જરૂર નહીં પડે.
ઓસરીના દીવા પર આપને ખુમારી છે, ? ?
મેં તો વાવાઝોડાની આરતી ઉતારી છે…!!!
જીવનમાં સુખી થવું હોય તો,
તમારી પોતાની જાત સિવાય બીજા કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં.
તું બધું કર પણ કોઈને નડ નહિં, જે વાત ન સમજાય એમા પડ નહિં.
નિરંતર પ્રયાસ કદાચ જીત ના બની શકે,
પણ એ હાર તો ના જ ગણાય !!
આખી જિંદગી નો સાર ૩ શબ્દો માજ સમાયેલો છે :” જિંદગીતો ચાલતીજ રેહવાની “.
આંખ વિનાનો નહીં,
પણ પોતાના દોષ નહીં જોનારો અંધ છે.
જો માનવી શીખવા માગે
તો એની દરેક ભૂલ એને
કંઈક ને કંઈક શિખામણ આપે છે.
લોકો માટે તમે ત્યાં સુધી જ સારા છો,
જ્યાં સુધી તમે તેમની અપેક્ષાઓ પૂરી કરશો.
જો તમે સર્જનહારને ઈશ્વર માનો છો,
તો સાહેબ, સ્ત્રી પણ જન્મ આપે છે !!
ચિંતા ઉધઈ જેવી હોય છે,
જેના જીવનમાં ઘર કરી જાય એનો સર્વનાશ કરીને જ ઝંપે છે.
પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું,
પણ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો !
પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે,
એવી જ રીતે સુખી બનવું હોય તો જુનું ભૂલી નવું સ્વીકારવું જ પડે !!
મર્યાદા રાખવી બહુ જરૂરી છે,
પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં અને જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં !
બિનજરૂરી હાજરી કરતા,
ગેરહાજરી વધુ સારી.
આપણા પોતાના વિચારો જ આપના પરમ મિત્ર છે,
અને તે જ આપણા ભયંકર શત્રુ પણ.
જીતવાનું તો ક્યારેક જ હોય છે,
પણ શીખવાનું દરેક વખતે હોય છે.
ભગવાનને બધા માને છે,
પરંતુ ભગવાનનું કોઈ નથી માનતા !!
For Daily Updates Follow Us On Facebook
કોઈને ખરાબ ચીતરવા નહીં,
એમાં કલર તો આપણો જ વપરાય છે !!
આંસુ આપણું પડે અને
પીગળતું કોઈ હોય..
ત્યારે
સાચો સંબંધ જીવાતો હોય છે.
પાણીને એક જ ગરણામાંથી ગાળીશું તો ચાલશે,
પણ વાણીને તો ચાર ગરણાથી જ ગાળવી પડશે,
કારણ કે માણસોને શબ્દો જ મારે અને શબ્દો જ તારે છે.
હૃદયથી નમવું જરૂરી છે સાહેબ,
ખાલી માથું નમાવવાથી ભગવાન નથી મળતા !!
Positive Motivational Quotes In Gujarati
ડર કોઈ ઉમ્મીદ વગર નથી હોતો, અને ઍવિજ રીતે ઉમ્મીદ કોઇ ડર વીના.
ભેગું કરે તે નહીં,
પણ ભોગવે તે જ ખરા ભાગ્યશાળી !!
મૈ પૂછ્યું જિંદગી ને કે
તું આટલી અઘરી કેમ છે..
તો તે કહે કે
લોકો સહેલી વસ્તુ ની કદર નથી કરતાં…
નામ વિનાના સંબંધ
હંમેશા
વધારે એવરેજ આપતા હોય છે..
બોલ જાણવી છે તારે ? ખરી પડતા સુકા પાન ની વ્યથા તો થામ એક વૃદ્ધ નો હાથ ને સાંભળ એની કથા .
પગલી પ્રીત યાદનું મોતી સર્જે આંખને ખૂણે.
સપનાઓ સાચા થવાની આશા જ આપણા જીવનને રોચક બનાવે છે.!!
જ્યા સુધીમા આપણે જાણીયે કે આ જિંદગી શુ છે, ત્યા સુધીમા તો ઍ અડધી વીતી ચૂકી હોઈ છે.!
બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર
છે ભૂલા પડવાનો એકજ ફાયદો કેટલા રસ્તા પરિચિત થાય છે
યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું
તમે આવો ને સન્માન મળે એના કરતા તમે જાઓ ને તમારી ખોટ વર્તાય એવું કામ કરજો…
ભમરા ને દરેક કળી પર શ્રધ્ધા હતી,
પણ એનો વિશ્વાશ એ ફૂલ પર વધુ હતો જ્યાં કાંટા હતા.
ક્યારેય નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો..
પોતાના પર વિશ્વાસ કરી જોજો. પરીણામ સારું આવશે
જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે
અને એમાંજ સૌથી વધારે સમય લાગે છે.
હારવાની શર્તને મંજૂર રાખીને રમ્યો છું ડર હતો તમને અમારા જીતવાનો; એ ઘણું છે.